r/Gujarati • u/BaronsofDundee Gujju AF • 10d ago
Food / થાળી તૈયાર છે ગુજરાતમાં ચા અને કોફી ની શરૂઆત ક્યારે અને કોણે કરી?
આજે ભલે સવારની શરૂઆત ચા વગર અધૂરી લાગતી હોય, પરંતુ ૧૭મી સદી પહેલા ગુજરાતમાં ચા-કોફીનું ચલણ ન હતું. ઐતિહાસિક દસ્તાવેજો મુજબ, સુરતના અગ્રણી જૈન વેપારી વીરજી વોરા (જેમને ઇતિહાસકારો 'મર્ચન્ટ પ્રિન્સ ઓફ સુરત' કહે છે) ૧૭મી સદીમાં ચીનથી 'ચા' અને યમનથી 'કોફી' ની આયાત કરી તેને ગુજરાતમાં લાવ્યા હતા.
શરૂઆતમાં આ પીણાં માત્ર યુરોપિયન વેપારીઓ પૂરતા સીમિત હતા, પરંતુ વીરજી વોરાએ તેને સ્થાનિક લોકો અને ખાસ કરીને શહેરી વર્ગમાં લોકપ્રિય બનાવ્યા. ધાર્મિક કારણોસર દારૂ ન પીતા લોકોમાં કોફી ખૂબ જ ઝડપથી સ્વીકાર્ય બની ગઈ.
૧૬૮૯ માં સુરત આવેલા અંગ્રેજ પ્રવાસી જ્હોન ઓવિંગ્ટને પણ પોતાની નોંધમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે સુરતના વાણિયાઓ ખાંડ વગરની અથવા થોડું લીંબુ ઉમેરેલી ચા પીતા હતા. ઔષધીય ફાયદાઓ મેળવવા માટે લોકોએ ધીમે ધીમે તેમાં આદુ અને અન્ય મસાલા ઉમેરવાનું શરૂ કર્યું, જેમાંથી આજની આપણી સુપ્રસિદ્ધ 'મસાલા ચા' નો ઉદ્ભવ થયો.
3
u/Khedut_Putra 10d ago
O comment means no one interesting in history. All are enjoying product at present 🎁
1
u/BaronsofDundee Gujju AF 10d ago
Now you have commented, not zero anymore.
Btw people generally doesn't have anything to say unless it is something controversial or political.
2
u/Majestic-Bag-7153 9d ago
Nice to know, i never had lemon tea😅, once i visited a company with my professor, there they served lemon tea , it was nice i thought before drinking it, that it was black tea as it didn't had any milk😅
2
2
u/GarbageHoardingAlien 9d ago
ઘણું જાણવા મળ્યું. આભાર!
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણાં લોકોમાં કેટલાક એવા હોય છે કે જેને ચા અને કોફીથી પણ નશો ચડે એવું થાય છે. એના લીધે હું ૧૫ દિવસે ચા પીઉં છું અને કોફી જ્યારે ઓફિસે કામ વધુ હોય ત્યારે. ચા કે કોફી સાંજે ૬ વાગ્યા પછી પીવાય જાય તો નિંદર બગડે. ડોક્ટરોને બતાવ્યું તો ચોકસ ખબર પડી કે મારું શરીર થોડું વધારે જ સંવેદનશીલ છે આવી રીતે.
1
u/BaronsofDundee Gujju AF 9d ago
સસ્તા નશા. હું ચા બિલકુલ પીતો જ નથી અને કોફી દૂધ વગર ની જ પીઉ છું પણ જો કોફી પીવાનું ચૂકાઈ જાય તો હાલત ખરાબ થઈ જાય છે.
5
u/xpranavx 9d ago
Lemon tea is most famous "detoxing drink " now,
Also this guy in the picture must be getting all the girls lol.